પોસ્ટ્સ

ઇનામ વિતરણ કાર્યક્રમ 2025

કામળીયાવાડ યુવા ગ્રુપ દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૫ આગામી સમય મા કામળીયાવાડ યુવા ગ્રુપ આયોજિત પાંચમો ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ આગામી તારીખ ૧૭/૮/૨૦૨૫ નોમ ના દિવસે કોળાંબા ધામ કદમગીરી ખાતે રાખવા મા આવેલ છે આ કાર્યક્રમ મા કામળીયાવાડ નુ ઉજળું ભવિષ્ય એવાં તેજસ્વી તારલાઓ નું ઇનામ વિતરણ કાર્યક્રમ નવા સરકારી નોકરી મેળવનાર ઉદ્યોગ સાહસીકો અને વય નિવૃત થયેલ વડીલો ને સન્માનીત કરવા મા આવશે... 👉🏻 ધોરણ ૩ થી ઉપર લાયકાત ધરાવતા દરેક પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને પ્રોત્સાહ ઇનામ આપી સન્માનીત કરવા માં આવશે 👉🏻 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેશે એ તમામ ને પ્રોત્સાહક ઇનામ આપવા મા આવશે 👉🏻 આ ઇનામ વિતરણ કાર્યક્રમ માટે માર્કશીટ ૨૫/૦૭/૨૫ સુધી કોળાંબા સુધી પહોંચાડવા ની રહેશે. ત્યારબાદ કોઈપણ માર્કશીટ સ્વીકારવા મા આવશે નહીં જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. (માર્કશીટ આવ્યા બાદ વધુ માર્ક્સ લાવનાર પ્રથમ ૩ વિદ્યાર્થી પસંદ કરી મોમેન્ટો બનાવવી ઇનામ વહેંચણી બુક પ્રિન્ટિંગ અને અન્ય કઠીન કામગીરી રહેતી હોવાથી ૨૫/૭/૨૫ પછી રિઝલ્ટ સ્વીકારવા મા નહીં આવે) 👉🏻 માર્કશીટ...

ભવ્ય લોક ડાયરો નિમિતે બધાય ને ભાવ ભાયું આમંત્રણ

છબી

dayro 2k25

છબી

કામળીયાવાડ ના રજવાડા

કામળીયાવાડ પ્રદેશ ગુજરાત માં આવેલો એક પ્રદેશ છે. જેનુ નામ કામળીયા શાખ ના રાજપૂતો ઉપર થી પડેલ છે. જેની અંદર પાલીતાણા તળાજા અને મહુવા ના અમુક ગામડા નો સમાવેશ થાય છે કામળીયાવાડ માં કામળીયા શાખ ના ક્ષત્રિયો નું શાસન હતું. કામળીયવાડ માં સમાવેશ થતાં ગામો નીચે મુજબ છે. 1- ભંડારીયા (કા)  2- કોટિયા 3- વડાળ  4- કળમોદર 5- વાવડી (કા) 6- બોદાનાનેસ (કદમગીરી) 7- સાતાનાનેસ 8- મોરચૂપના  9- ગાધેસર 10- કાટીકડા 11- રાણપરડા  12- નાની જાગધર  13- ભાટીકડા આ ઉપરોક્ત અમુક ગામો જે આ ગામો માંથી બનેલ હોય તે લીસ્ટ માં મેન્ટશન કરતા નથી. કામળીયા ના કુળદેવી માં કામળાઇ જે કદમગિરિ ડુંગર ઉપર બિરાજમાન છે. રજવાડા વલનીકરણ વખતે આ 5 રજવાડા એ સહી કરી ને દેશ ની અખંડતા માટે દાન આપ્યાં ના પુરાવો સરકાર ના ચોપડે મોજૂદ છે. આ દસ્તાવેજો માટે નીચે ની લીંક માં ઓકે કરો   👇👇   તાલુકદારો ની સહી

ડાયરો ૨૦૨૪ ના ફોટાઓ

ભવ્ય લોક ડાયરો

છબી
ગયા વર્ષે ની જેમ આ વર્ષે પણ કમળાઈ માતાજી ના ઉતાસની પર્વ નિમિતે ભવ્ય લોક ડાયરો યોજાવા જઈ રહ્યો છે. આ ડાયરા માં મોટા થી મોટા કલાકારો ની હાજરી રેહવા ની છે જેમ કે દેવાયત ખવડ, રણજીત ભાઈ વાંક ઉદયભાઈ , શૈલેષ બાપુ , જેવા દિગ્ગજ કલાકારો પણ આવી રહ્યા છે ડાયરો ની તારીખ ૨૪/૦૩/૨૦૨૩ છે...

ગારીયાધાર કાઠી સમાજ એ ગીગા ભમ્મર વિરૂદ્ધ આવેદન પત્ર આપ્યું

છબી
કાઠી ક્ષત્રિય સમાજ ગારીયાધાર દ્રારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું કે અમારા સમાજ ના કામળિયાવાડ પથક ના કુળદેવી શ્રી કમળાઈ માતાજી અને કામળિયા વિશે ગીગા ભમર નામના વ્યક્તિ જે બફાટ કર્યો છે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે બાકી ગાંધી ચિધ્યા માર્ગે સમગ્ર કાઠી સમાજ આંદોલન કરશે..

ગીગા ભમ્મર ના બફાટ સામે કાઠી સમાજ કામળીયાવાડ રોષે ભરાયો

૧૪ તારીખ ના રોજ આહીર સમાજ ના લગન માં ગીગા ભમ્મર દ્વારા જે બફાટ અને જે કમલાઇ માતાજી ઉપર અને કામળીયા દરબાર ઉપર જે ટીપ્પણી કરવા માં આવી હતી સોશ્યલ મીડિયા માં વાયરલ થયેલા વિડિયો બાબતે આજે તારીખ ૨૨/૨/૨૪ ના રોજ તળાજા ખાતે કાઠી સમાજ કામળીયાવાડ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો અને ચીમકી આપવામાં આવી હતી કે જો ગીગા ભમ્મર વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો કાઠી સમાજ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે...!! અગાઉ ગીગા ભમ્મરે ૪૮ મીનટ ના ભાષણ માં કામળીયા દરબાર અને તેમના કુળદેવી કમળાઈ માતાજી ઉપર તો ટીપ્પણી કરી હતી તે ઉપરાંત તેણે ચારણ જોગમાયા જેને ૧૮ એ વર્ણ પૂજે છે તેવા સોનલ માં ઉપર પણ ટીપ્પણી કરી હતી અને ચારણ સમાજ વિરુદ્ધ પન અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યાર બાદ તેણે દલિત સમાજ ઉપર પણ ટીપણી કરી હતી આ વ્યક્તિ એ વર્ગ વિગ્રહ ઉભુ થાય તેવો માહોલ બનાવ્યો છે છતાંય તંત્ર હજી ચૂપ કેમ બેઠું છે તે સમજાતું નથી..!! કાઠી સમાજ ના યુવાનો એ આવેદન પત્ર આપ્યા બાદ દાઠા પોલીસ મથક માં લેખિત ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા...!! હવે જોવાનું એ બાકી રહ્યું કે પોલીસ અને તંત્ર આમાં શું પગલાં લે છે...!!