ઇનામ વિતરણ કાર્યક્રમ 2025
કામળીયાવાડ યુવા ગ્રુપ દ્વારા પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ ૨૦૨૫
આગામી સમય મા કામળીયાવાડ યુવા ગ્રુપ આયોજિત પાંચમો ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમ આગામી તારીખ ૧૭/૮/૨૦૨૫ નોમ ના દિવસે કોળાંબા ધામ કદમગીરી ખાતે રાખવા મા આવેલ છે
આ કાર્યક્રમ મા કામળીયાવાડ નુ ઉજળું ભવિષ્ય એવાં તેજસ્વી તારલાઓ નું ઇનામ વિતરણ કાર્યક્રમ નવા સરકારી નોકરી મેળવનાર ઉદ્યોગ સાહસીકો અને વય નિવૃત થયેલ વડીલો ને સન્માનીત કરવા મા આવશે...
👉🏻 ધોરણ ૩ થી ઉપર લાયકાત ધરાવતા દરેક પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને પ્રોત્સાહ ઇનામ આપી સન્માનીત કરવા માં આવશે
👉🏻 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહેશે એ તમામ ને પ્રોત્સાહક ઇનામ આપવા મા આવશે
👉🏻 આ ઇનામ વિતરણ કાર્યક્રમ માટે માર્કશીટ ૨૫/૦૭/૨૫ સુધી કોળાંબા સુધી પહોંચાડવા ની રહેશે. ત્યારબાદ કોઈપણ માર્કશીટ સ્વીકારવા મા આવશે નહીં જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી. (માર્કશીટ આવ્યા બાદ વધુ માર્ક્સ લાવનાર પ્રથમ ૩ વિદ્યાર્થી પસંદ કરી મોમેન્ટો બનાવવી ઇનામ વહેંચણી બુક પ્રિન્ટિંગ અને અન્ય કઠીન કામગીરી રહેતી હોવાથી ૨૫/૭/૨૫ પછી રિઝલ્ટ સ્વીકારવા મા નહીં આવે)
👉🏻 માર્કશીટ પહોચાડવા ની જવાબદારી વાલી અને વિદ્યાર્થીઓ ની રહેશે
👉🏻 આ શૈક્ષણિક યજ્ઞ મા સરકારી બિન -સરકારી ઉદ્યોગ પતિ રાજકીય આગેવાનો અને તમામ વડીલો સ્વેચ્છીક અનુદાન આપી શકે છે
👉🏻 આ મેસેજ દરેક ગામ ના ગ્રુપ મા મોકલી આપવો
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો