ગીગા ભમ્મર ના બફાટ સામે કાઠી સમાજ કામળીયાવાડ રોષે ભરાયો

૧૪ તારીખ ના રોજ આહીર સમાજ ના લગન માં ગીગા ભમ્મર દ્વારા જે બફાટ અને જે કમલાઇ માતાજી ઉપર અને કામળીયા દરબાર ઉપર જે ટીપ્પણી કરવા માં આવી હતી સોશ્યલ મીડિયા માં વાયરલ થયેલા વિડિયો બાબતે આજે તારીખ ૨૨/૨/૨૪ ના રોજ તળાજા ખાતે કાઠી સમાજ કામળીયાવાડ દ્વારા ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યો હતો અને ચીમકી આપવામાં આવી હતી કે જો ગીગા ભમ્મર વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં નહિ આવે તો કાઠી સમાજ ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરશે...!!

અગાઉ ગીગા ભમ્મરે ૪૮ મીનટ ના ભાષણ માં કામળીયા દરબાર અને તેમના કુળદેવી કમળાઈ માતાજી ઉપર તો ટીપ્પણી કરી હતી તે ઉપરાંત તેણે ચારણ જોગમાયા જેને ૧૮ એ વર્ણ પૂજે છે તેવા સોનલ માં ઉપર પણ ટીપ્પણી કરી હતી અને ચારણ સમાજ વિરુદ્ધ પન અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યાર બાદ તેણે દલિત સમાજ ઉપર પણ ટીપણી કરી હતી આ વ્યક્તિ એ વર્ગ વિગ્રહ ઉભુ થાય તેવો માહોલ બનાવ્યો છે છતાંય તંત્ર હજી ચૂપ કેમ બેઠું છે તે સમજાતું નથી..!!

કાઠી સમાજ ના યુવાનો એ આવેદન પત્ર આપ્યા બાદ દાઠા પોલીસ મથક માં લેખિત ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા...!!


હવે જોવાનું એ બાકી રહ્યું કે પોલીસ અને તંત્ર આમાં શું પગલાં લે છે...!!




ટિપ્પણીઓ