કદમગિરી (બોદાનોનેસ)

18 મી સદીમાં બોદાનાનેસ (કદમગીરી) ના તાલુકદાર દ. શ્રી  નાજાબાપુ વાજસુરબાપુ કામળીયા કે જેઓ વાજસૂરબાપુના સૌથી નાના દીકરા હતા. તેમણે પોતાની પ્રજા માટે ઘણા સારા કાર્યો કર્યા હતાં. આ નાજાબાપુએ  પોતાના ભત્રીજા રાવતબાપુના દીકરા વાજસૂરને પોતાની ગાદીનો વારસો સોંપેલો. આ દ. શ્રી. વાજસૂર કામળીયા ખૂબ જ હોંશિયાર અને પ્રતાપી હતાં. તેમણે પોતાના સમયમાં ઇ.સ.1910 ની સાલમાં કદમગીરી ખાતે વેપારને પ્રોત્સાહન આપવા માટે આણંદજી કલ્યાણજી નામે પેઢી  સાથે વેપાર સંઘ કરી પોતાના રાજ્યમાં વેપાર કરવાનો પરવાનો આપેલ. આજે આ આણંદજી કલ્યાણજીની પેઢીના કારણે કદમગીરી ગામનો સારો વિકાસ જોવા મળે છે. આ વેપાર સંધીના દસ્તાવેજ પુરાવા આજે પણ કદમગીરીના રાજવી પરિવારના વંશજો પાસે હયાત છે.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો