કદમગિરી તાલુક્દાર

તાલુકદારશ્રી વાસુરભાઈ રાવતભાઈ કામળિયા (બોદાનાનેશ )
ફોટોસૌજન્ય :- બોદાનાનેશ ગઢ પરિવાર
વાસુરબાપુ #ચોકથાણા તાલુકદારો ના #અગ્રણી હતા અને વાસુરબાપુ એ પોતાની સુજબુજ થી ઇ સમય માં ખૂબ સારું કાર્ય કરેલ જેમાં વ્યસન મુક્તિ કાર્ય ખૂબ સરાહનીય હતું  વાસુરબાપુ કાયમ માટે પોતાની સાથે સૌનાની મુઠ વાળી તલવાર રાખતા વાસુરબાપુ ના અવસાન બાદ તેમના વારસદાર તરીકે #ભીખાબાપુ ને બોદાનાનેસ નું  #તાલુકદારી સોંપાણી તે પણ વાસુરબાપુ ની જેમ બાપુએ  આપેલી સૌનાની મુઠ વાળી તલવાર પોતાના પડછાયા ની જેમ પોતાની  સાથે જ રાખતા એક દિવસ ભીખાબાપુ બહારગામ જવા માટે ઘોડો લઈ શેત્રુજય નદી પાર કરતા હતા ત્યાં અચાનક ઘોડો કુદતા પોતાની ભેટ બાંધેલ તલવાર છૂટી જતા નદી માં પડી ગઈ ત્યારબાદ ભીખાબાપુ ત્રણ દિવસ ત્યાં પડાવ નાખી તરેંયા(નાવિક) બોલાવી તલવાર શોધાવી પણ તલવાર ના મળી પછી ભીખાબાપુ પોતાના પિતાએ આપેલી   નિશાની રૂપ તલવાર ખોઈ બેસતાં નિરાશ થઈ ગઢ પરત ફરેલ અને તાવ આવતા તેમનું બીજા જ દિવસે અવસાન થયેલ આવો તલવાર પ્રેમ હતો આવી વાતો આજે પણ કામળિયાવાડ પંથક માં ગલઢેરા વડીલો ના મુખે થી તાલુકદારો ને યાદ કરતા ચર્ચાઓ થાય છે

#સ્ટેટ_ઓફ_કામળિયાવાડ

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો